તો ચાલો મિત્રો આજે આપણે રોડ કેસ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમાં દાદાના પરિવાર હોવા છતાં રોડ પર રહીને તેમનું જીવન પસાર કરે છે.
લાલજીભાઈ ને તેમના દૈનિક જીવન વિશે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી પોપટભાઈ ચેરીટેબલ ફાઉન્ડેશનમાં લાલજીભાઈ જે રોડ પર રહેતા હતા તેના વિશે અમદાવાદથી ફોન આવી રહ્યા હતા ત્યાર બાદ યોગ્ય સમયે લાલજીભાઈની મુલાકાત લેવામાં આવી હતી.
જ્યારે પોપટભાઈ ની ટીમ દ્વારા તેમને મુલાકાત અને તેમને પૂજવામાં આવ્યો હતો કે લાલજીભાઈ તમે કેટલા સમયથી રોડ પર રહો છો તો લાલજીભાઈનું કહેવું એવું છે કે તે છેલ્લા એક વર્ષથી રોડ પર જ રહે છે.
લાલજીભાઈ ને પૂછ્યું હતું કે તમારો ઘર પરિવાર ક્યાં છે તો તેમનું કહેવું એવું છે કે તેમના ભાઈઓ અને બધા સગા સંબંધી પણ છે પરંતુ હાલમાં તેમને કોઈ રાખવા તૈયાર નથી તેમને ચાર ભાઈઓ પણ છે તેમને ફ્રૂટની દુકાનો પણ છે પરંતુ લાલજીભાઈ ના ખરાબ સ્વભાવને કારણસર તેમને પરિવારની સાથે નથી રાખતા.
લાલજીભાઈ ને બે મકાન પણ છે તો પણ તે રોડ પર જ રહે છે લાલજીભાઈ ની દિમાગ ની હાલત ખરાબ હોવાથી તે ફાઉન્ડેશનમાં સાથે આવવાની ના પાડી રહ્યા હતા.
લાલજીભાઈના શરીરમાં ખૂબ જ અણશક્તિઓ હતી કારણ કે રોડ પર રહેવાથી તે ટાઈમ સર ખાઈ પી ન શકતાં આથી તેમનું શરીર ખૂબ જ વીક અવસ્થામાં હતું.
ત્યારબાદ લાલજીભાઈ ને સેન્ટર હોમ પર લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તે ઘણા સમયથી નાહ્યા નહોતા તેથી તેમને સ્વચ્છ પાણીથી સાફ કરવામાં આવ્યા હતા અને તેના માથાના વાળ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી તેમને કાપવામાં આવ્યા હતા અને તેમને સ્વચ્છ કપડાં પહેરાવ્યા હતા.
જ્યારે પોપટભાઈ ની ટીમ દ્વારા લાલજીભાઈ ને પૂછવામાં આવ્યું હતું કે તમે મૂળ કયા વતન ના રહેવાસી છો તો તેમનું કહેવું એવું હતું કે તે ભાવનગરના રહેવાસી છે.
લાલજીભાઈ ને તેમના ભાઈ સાથે પાછા ઘેર મૂકવામાં આવ્યા હતા તેમના ભાઈઓને હાલમાં ખૂબ જ મોટી ફળ અને ફ્રુટ ની દુકાન છે પોપટભાઈ ની ટીમનું કહેવું એવું છે કે માણસ બે જ રીતે હેરાન થતા હોય છે તેમના કર્મ અને તેમના સ્વભાવના લીધે.
તમે પણ તમારી આજુબાજુમાં આવા લોકો રહેતા હોય તેમની મદદ કરવા માંગતા હોય તો પોપટભાઈ ચેરીટેબલ ફાઉન્ડેશન હેલ્પ લાઈન નંબર પર ફોન કરીને જાણ કરી શકો છો
(૭૬૯૦૦ ૧૧૯૦૦)
(76900 11900)