Charitable Foundation

★મારા દીકરા એ ઢોર માર માર્યો★

તો ચાલો મિત્રો આજે આપણે એક એવા વૃદ્ધ દાદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હાલમાં મહુવા શહેરના રોડ પર રહીને તેમનું દૈનિક જીવન વિતાવે છે તો આગળ તેમની વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ.

આપણે જે દાદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમનું નામ છે જેરામભાઈ ભાણાભાઈ સોલંકી છેલ્લા ઘણા સમયથી પોપટભાઈ ચેરીટેબલ ફાઉન્ડેશનની હેલ્પ લાઈનમાં જયરામભાઈ વિશે ફોન આવી રહ્યા હતા. ત્યારબાદ યોગ્ય સમયે તેમની મુલાકાત લેવામાં આવી હતી અને તેમનું દૈનિક જીવન કેવી રીતે પસાર કરે છે તેના વિશે થોડીક વાતચીત કરવામાં આવી હતી.

જયરામભાઈ છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી રોડ પર રહીને તેમનું દૈનિક જીવન પસાર કરે છે જેરામભાઈ ને હાલમાં દીકરાઓ અને દીકરીઓ પણ છે પરંતુ તેમના દીકરાઓ તેમને ઢોર માર મારીને ઘરની બહાર કાઢી મુકેલા છે જયરામભાઈ નું મૂળ વતન અગતર્યાના છે.

જયરામભાઈ રોડ પર રહે છે પરંતુ તેમના દીકરા તેમની સાર સંભાળ પણ લેવા નથી આવતા. જયરામભાઈ ને બહેન પણ છે અને એક દીકરી પણ છે અમુક સમયે જયરામભાઈ તેમના બહેનના ઘરે બેસવા જાય છે અને પરત પાછા રોડ પર આવી જાય છે અને અમુક સમયે જયરામભાઈ તેમની દીકરીના ઘરે એકાદ બે દિવસ રોકાવા પણ જાય છે અને પાછા રોડ પર રહેવા આવી જાય છે.

જયરામ ભાઈ ના હાલનું રેણાક છે દેવળીયા પાસે ગજેડા ગામ! જયરામ ભાઈ ને અમુક કારણોસર તેમના દીકરાએ માર માર્યા હતા અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા તે તેમનું ગુજરાત કઈ રીતે ચલાવે છે તે તેમને જ ખબર છે જયરામભાઈ ને બે ટાઈમ નું ભોજન પણ મળવામાં વાંધા પડે છે અમુક લોકો બટકું રોટલા આપે તે ખાઈને તેમનું ગુજરાન ચલાવે છે અને તેમના પગમાં ખૂબ જ ગંભીર ઇજા થઈ ગયેલ છે જયરામભાઈ ને પૂછવામાં આવ્યું હતું કે તમારા પગમાં શું થયું છે તો તેમનું કહેવું એવું હતું કે તેમના દીકરાએ ખૂબ જ માર માર્યા હતા તે માટે તે સરખી રીતે ચાલી પણ નથી શકતા.

જેરામભાઇએ ખૂબ જ દવાઓ લીધી હતી તેમના પગ માટે પરંતુ તેમના પગમાં કંઈ જ ફેર પડતો નથી અને તેમના દીકરાઓ એ બધા જ હોસ્પિટલના કાગળો ફાડી નાખ્યા હતા અને તેમને બહાર કાઢી મૂક્યા હતા.

જયરામભાઈ ચાલી નથી શકતા તે માટે તેમને પોપટભાઈ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા તેમને સાયકલની મદદ કરવામાં આવી હતી અને તેમને મેડિકલ બાબતમાં પણ જયરામભાઈ ની મદદ કરવામાં આવી હતી.

તમે પણ તમારી આજુબાજુના આવા જરૂરીયાત મંદ માણસોની મદદ કરવા માગતા હોય તો પોપટભાઈ ચેરીટેબલ ફાઉન્ડેશનની હેલ્પલાઇન માં ફોન કરીને જાણ કરી શકો છો
(૭૬૯૦૦ ૧૧૯૦૦)
(76900 11900)

Leave a Reply

Your email address will not be published.